બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 11:30:56
  • Views : 1995
  • Modified Date : 2020-08-31 11:30:56

બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનમાં ત્રણ દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા ડીસા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં રવિવારે વહેલી સવારથી જ ભારે વરસાદ
વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લો પાણી પાણી થઇ ગયો છે. જેમાં ડીસા તાલુકાના ચાર ગામો પણ ભારે વરસાદના પગલે પાણી ભરાતા સંપર્ક વિહોણા બન્યા છે. ડીસા તાલુકાના ફાગુદરા, મોટી રોબોસ અને વીરોણા સહિત ચાર ગામોમાં જવાના મુખ્ય માર્ગ પર જ ત્રણ-ત્રણ ચાર-ચાર ફૂટ સુધી પાણીના વહેણ ચાલુ થઈ જતા ગ્રામજનોને અહીંથી
પસાર થવું પણ મુશ્કેલીભર્યું બની ગયું છે. કેડ સમા પાણી ભરાતા જ અહીં વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે જોકે આ મામલે સ્થાનિક ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી છે. ૨૦૧૭ માં પણ આ જ પ્રકારે અહીં સ્થિતિ હતી અને વધુ
પાણી આવતા ગામમાં પાણી ઘુસી જતાં લોકોના જાનમાલ ને નુકસાન પણ થયું હતું. જેથી સ્થાનિક ગ્રામજનોએ અહીં પુલ બનાવી આપવાની વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં
પણ હજુ સુધી સરકારે ગ્રામજનોની કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી બે દિવસ અગાઉ જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ બનાસકાંઠાના લોકોએ રોડ મામલે છેતરી ગયા હોવાની કોમેન્ટ કરી હતી. જે મામલે પણ સંપર્ક વિહોણા બનેલા ગ્રામજનોએ નીતિન પટેલની કોમેન્ટ સામે કટાક્ષ કર્યો છે.

Download Our B K News Today App



Related News