બનાસકાંઠામાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ નહીં કરાય તો આંદોલનની ચીમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 11:42:39
  • Views : 513
  • Modified Date : 2021-01-09 11:42:39

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે. બર્ડ ફલૂ અને કોરોના મહામારી જેવા કટોકટીના સમયમાં પણ કતલખાનાઓ બંધ નથી થયા. ત્યારે
ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા માટે  ડીસામાં જીવદયા પ્રેમીઓએ સરકારી કચેરીઓમાં રજૂઆત કરી હતી. ડીસાના ૧૦૦ જેટલા જીવદયા પ્રેમીઓ પોલીસ મથક, નગરપાલિકા, મામલતદાર કચેરી અને નાયબ કલેકટર કચેરી માં જ જઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ડીસા રાજપુર રોડ પર હવે કતલખાનાઓ ની સાથે સાથે નોન વેજ હોટલ પણ શરૂ થઈ જતાં જીવદયાપ્રેમીઓ રોષે ભરાયા છે. અગાઉ પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી ડીસા કે બનાસકાંઠા જિલ્લામાં ચાલતા એક પણ ગેરકાયદેસર કતલખાના વિરોધમાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કંટાળેલા જીવદયાપ્રેમીઓએ  તમામ સરકારી કચેરીઓમાં જઈને ૧૫ દિવસમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ નહીં થાય તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News