જિલ્લામાં યુજીવીસીએલના કર્મચારીઓ મંજુર લાભો મેળવવા આંદોલનના માર્ગે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 11:27:38
  • Views : 277
  • Modified Date : 2021-01-17 11:27:38

રાજ્યના ઊર્જા વિભાગની ૭ કંપનીના આશરે ૫૫ હજાર જેટલા કર્મચારીઓ સાતમા
પગાર પંચનું આનુસંગિક મંજુર લાભો મેળવવા માટે
આંદોલનનો માર્ગ પકડયો છે. જેમાં આજે ગાંધીનગર જિલ્લાના કચેરીના કર્મચારીઓ રિસેસ દરમિયાન સૂત્રોચ્ચાર કરી આગામી રણનીતિ મુજબ માસ સીએલ જેવા કાર્યક્રમો આપશે અને જાે માગણી નહીં સંતોષાય તો વધુ જલદ કાર્યક્રમની પણ ચીમકી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ માણસા ખાતે આવેલ યુજીવીસીએલ કચેરીના કર્મચારીઓ બપોરે રીસેશ દરમિયાન ઓફિસના બહાર
પોતાની માંગો પુરી કરવા સુત્રોચ્ચાર કરી સરકાર સુધી
પોતાનો અવાજ પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો. આ કર્મચારીઓની માગણી મુજબ ઉર્જા વિભાગની સાત કંપનીમાં નોકરી કરતા આશરે ૫૫ હજાર જેટલા કર્મચારીઓ અને સાતમા પગાર પંચ અને આનુષાંગિક મળવાપાત્ર લાભો જે મંજૂર કરવામાં આવ્યા છે પણ તેનો લાભ મળ્યો નથી. જે બાબતે માન્ય તમામ યુનિયનોએ એક સંકલન સમિતિ બનાવી લડત આરંભી છે. શનિવારથી વિવિધ કાર્યક્રમોનો આરંભ કરવામાં આવ્યો છે. ત્યારે સુત્રોચાર બાદ આગામી ૨૧ તારીખે રાજ્યના તમામ કર્મચારીઓ માસ સીએલ પર જશે. જેના કારણે ઊભી થનાર પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત જાે મંજુર લાભો કર્મચારીઓને નહીં મળે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવાની પણ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે. આજના આંદોલનના કાર્યક્રમમાં કચેરીના તમામ કર્મચારીઓ જાેડાયા હતા અને લડતને ટેકો આપ્યો હતો.

Download Our B K News Today App



Related News