બી.કે.ન્યૂઝ ઈમ્પેક્ટ ગોગાપુરા (મુડેઠા) પાણીની ટાંકીની આજુબાજુની ગંદકી સાફ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 11:24:21
  • Views : 481
  • Modified Date : 2019-07-22 11:24:21

ડીસા તાલુકાના ગોગાપુરા (મુડેઠા)  ગ્રામ પંચાયતની ટાંકીની આજુબાજુમાં બાવળોની જાડીથી ગંદકીનું કારણે
આજુબાજુના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. સાથે સાથે આ વિસ્તારના લોકો પાણી પીવે તો રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી હતી.  આ સમગ્ર મામલાની ગંભીરતાની જાણ બી.કે.ન્યૂઝ દૈનિકમાં ફોટોગ્રાફ સાથે સમગ્ર અહેવાલ પ્રસિદ્ધ કરાતા અખબારી અહેવાલના
પગલે તંત્ર સફાળું જાગ્યું અને આ પીવાના પાણીની ટાંકીની આજુ બાજુમાં બાવળોની જાડીથી ગંદકીનો નિકાલ કરતા કામને પૂર્ણ કરતા આજુ બાજુના રહીશો અને ગામ લોકોમા આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.

Download Our B K News Today App



Related News