કુર્નૂલમાં બસ અને ટ્રક વચ્ચે અથડામણ, 14 લોકોના મોત; અજમેર જઈ રહેલી બસમાં 17 યાત્રિ સવાર હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-14 11:48:08
  • Views : 248
  • Modified Date : 2021-02-14 11:49:18

    આંધ્રપ્રદેશના કુર્નૂલમાં રવિવારે સવારે બસ-ટ્રકની ટક્કરમાં 14 લોકોના મોત થયા છે. 4 લોકો ગંભીર રીતે ઘવાયા છે. દુર્ઘટના વેલદુર્તી મંડળના મદારપુર ગામમાં બની બની હતી.અથડામણ એટલી ભીષણ હતી કે યાત્રિઓથી ભરેલી બસ અથડામણ પછી પલટાઈ ગઈ.SI પેદૈયા નાયડૂએ જણાવ્યું કે, બસમાં 17 યાત્રિ સવાર હતા. ડ્રાઈવર સહિત 13 લોકોના મોત ઘટનાસ્થળે થઈ ગયા હતા. બસ ચિત્તૂર જિલ્લાથી રાજસ્થાનના અજમેર જઈ રહી હતી. બસ મદારપુર ગામ સવારે સાડા ત્રણ વાગ્યે પહોંચી. અહીંયા બસ ખોટી સાઈડમાં જતી રહી અને સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી.આ પહેલા શુક્રવારે વિશાખાપટ્ટનમના અરાકૂ પાસે અનંતગિરિમાં 20થી વધુ યાત્રિઓને લઈ જઈ રહેલી એક બસ ખીણમાં પડી ગઈ હતી. દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા અને 13 લોકો ઘાયલ થયા હતા.


Download Our B K News Today App



Related News