લગ્ન સિઝન વગર જાહેર જગ્યાએ ડી.જે. વગર નાચવું હોય તો ગાંધીનગરના રસ્તાઓની અવશ્ય મુલાકાત કરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 12:10:48
  • Views : 295
  • Modified Date : 2020-08-25 12:10:48

ગાંધીનગર શહેરમાં
પાટનગર યોજના વિભાગ, માર્ગ મકાન વિભાગ અને કોર્પોરેશનમાં ભષ્ટ્રાચાર ચરમસીમાએ ચાલી રહ્યો છે, તે વાત જગજાહેર છે. ત્યારે વરસાદ આવતાની સાથે જ આ ભષ્ટ્રાચાર નરી આખે દેખાઈ આવે છે. શહેરના માર્ગો અને ફુટપાથો ઠેર ઠેર તુટેલી જોવા મળે છે. નાગરીકોની સુવિધા માટે તૈયાર કરવામાં આવેલી
ફુટપાથો સાવ બેસી ગઈ છે અને મુખ્ય રસ્તાઓ સહિત આંતરીક માર્ગો પણ મગરની પીઠ સમાન બની ગયા છે.
ગાંધીનગર શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સતત ૩ દિવસથી વરસેલા વરસાદે જગતના તાતને ખુશ કરી દીધા છે. જ્યારે બીજી બાજુ સરકારી તંત્રોની પોલ ઉઘાડી કરી દીધી છે. ગાંધીનગર શહેરમાં મુખ્ય માર્ગોથી માંડી આંતરીક માર્ગો પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રોડની સાઈડમાં આવેલી મોટા ભાગની ફુટપાથો દબાઈ ગઈ છે. યોગ્ય સમયે યોગ્ય રીતે કામગીરી નહી થવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. સરકારી તંત્રોમાં ભષ્ટ્રાચારને કારણે અને યોગ્ય રીતે કામગીરી ન થવાને કારણે આવા દ્રશ્યો જોવા મળે છે. સ્થાનિક
ઠેકેદારોને તો જાણે ઘી કેળા હોય તેવી સ્થિતિ જોવા મળી. થોડા સમય પહેલા જે ફુટપાથ અને રસ્તાઓનું કામ કરી મસ્ત મોટા બિલો પાસ કરાવી લીધા હોય તે કામ ફરીથી કરીને ફરીવાર મોટા બિલો પાસ કરાવવામાં જાણે રસ હોય તેવુ દેખાઈ રહ્યુ છે.

Download Our B K News Today App



Related News