અંધારીયા પ્રા.શાળામાં તારલાઓનું સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 16:41:53
  • Views : 373
  • Modified Date : 2020-01-29 16:41:53

વડગામ તાલુકાના અંધારીયા ગામના "જયવીર જાગીરદાર સા.ગ્રુપ "દ્વારા ગણતંત્ર દિવસે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંધારીયા પ્રાથમિક શાળામાં "જયવીર જાગીરદાર સા. યુવા ગ્રુપ " દ્વારા ગયા વર્ષે કરેલ જાહેરાત મુજબ, ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ જે વર્ષ ૨૦૧૯માં ૧ થી ૩ ક્રમમાં ઉત્તીર્ણ થશે તેમને ચાંદીના સિક્કા આપવામાં આવશેં, તેવા વિદ્યાર્થીઓને આજે "જયવિર જાગીરદાર સા.યુવા  ગ્રુપ" દ્વારા ચાંદીના સિક્કા આપીને સન્માન કરવામાં આવ્યુ તેમજ  સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગ લીધો હતો તેવા વિદ્યાર્થીઓને ચોપડા તેમજ બોલપેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષમાં બાળકો અભ્યાસમાં  મહેનત કરી અને વાલીઓ પણ તેમનું બાળક શ્રેષ્ઠ પરિણામ લાવે તેવા પ્રયત્નો કરે, તે હેતુથી ફરીથી પણ જાહેરાત કરવામાં આવી છે.  કે આ વર્ષના પરિણામ અંતે  જે વિદ્યાર્થીઓ પ્રથમ નંબર પ્રાપ્ત કરશે તેમને " જયવીર જાગીરદાર સા. યુવા ગ્રુપ" તરફથી  ટેબ્લેટ આપવામાં આવશે. જયવીર યુવા ગ્રુપ અવારનવાર આવા કાર્યક્રમમાં ભાગ ભજવે છે.  શાળામાં, અભ્યાસને લગતું, તેમજ સામાજિક કોઈ પણ કામકાજ હોય તો પણ તેનું યોગદાન મોખરે હોય છે.


Download Our B K News Today App



Related News