શહેરના ગ માર્ગ પર આવેલા વડલાનો અંડરબ્રીજમાં ખો નીકળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 11:37:25
  • Views : 305
  • Modified Date : 2021-01-08 11:37:25

પાટનગરનો વિકાસ દિવસ કરતા રાત્રે બે ગણો થઇ રહ્યો છે. પરંતુ પાટનગર પોતાની આગવી ઓળખ હવે ગુમાવી રહ્યુ છે. લીલીછમ વનરાજી વચ્ચે ઉભુ થયેલુ નગર હવે સિમેન્ટ કોંક્રીટનંુ જાેવા મળી રહ્યુ છે. વિકાસની આડમાં વિનાશ થઇ રહ્યો છે. ઘ રોડ ઉપર અંડરબ્રીજનંુ કામ યુદ્ધના ધોરણે થઇ રહ્યુ છે. હવે ગ રોડ ઉપર
પણ કામગીરી શરૂ થવા જઇ રહી છે. પરંતુ રોડની બાજુમાં આવેલો ઘટાદાર વડલો તેનો ભોગ બને તેવી શક્યતાઓ સામે આવી રહી છે. ત્યારે પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે.  ગાંધીનગર શહેરમાં રોડ
પહોળા કરવાની કામગીરી મોટા પ્રમાણમાં થઇ રહી છે. જેમા અનેક વૃક્ષોનો સોથ વળવાની
પુરી શક્યતા જાેવાઇ રહી છે. શહેરની લીલોતરી વિકાસમાં જ હોમાઇ રહી છે. ત્યારે વધુ એક ઘેઘુર વડલો વિકાસમાં હલાલ થતો જાેવા મળી રહ્યો છે. ગાંધીનગરના ગ રોડ ઉપર અંડરબ્રીજનંુ કામની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં રોડની બાજુમાં આવેલો લીલોછમ વડલો કાળનો કોળિયો બને તેવુ જાેવા મળી રહ્યુ છે. જેને લઇને પ્રકૃતિપ્રેમીઓમાં નિરાશા જાેવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News