બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંકના ચેરમેન અણદાભાઈ પટેલનું ભાજપ પક્ષે રાજીનામું માંગતા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-25 11:45:32
  • Views : 430
  • Modified Date : 2022-03-25 11:45:32

બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંકના ચેરમેન અણદાભાઈ પટેલનું ભાજપ પક્ષે રાજીનામું માંગતા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું

 

બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંકના ચેરમેન અણદાભાઈ પટેલનું ભાજપ પક્ષે રાજીનામું માંગતા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. જો કે આજે અણદાભાઈએ પક્ષના મોવડી મંડળ સાથે ચર્ચા બાદ બનાસ બેન્કમાંથી રાજીનામું નહિ આપવાની વાત કહેતા અણદાભાઈના રાજીનામા ઉપર હાલ પૂરતો પૂર્ણ વિરામ મુકાયો છે

 

ભાજપે મેન્ડેટ આપ્યો હતો અને હું ચેરમેન બન્યો હતો : અણદા પટેલ

 

ગઈકાલે ભાજપે રાજીનામું માંગતા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું

 

બે હોદ્દા પર રહી ન શકું એ માટે થરા માર્કેટયાર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું : ચેરમેન

 

બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંકના ચેરમેન અણદાભાઈ પટેલનું ભાજપ પક્ષે રાજીનામું માંગતા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. જો કે આજે અણદાભાઈએ પક્ષના મોવડી મંડળ સાથે ચર્ચા બાદ બનાસ બેન્કમાંથી રાજીનામું નહિ આપવાની વાત કહેતા અણદાભાઈના રાજીનામા ઉપર હાલ પૂરતો પૂર્ણ વિરામ મુકાયો છે...

બનાસ બેન્કના ચેરમેન બન્યા બાદ અણદાભાઈને ભાજપ પક્ષ દ્વારા રાજીનામું આપવાનું કહેતાં હડકમ્પ મચી ગયો હતો. જેને લઈને આજે અણદાભાઈ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે મેં થરા માર્કેટયાર્ડના ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું છે... જો કે ભાજપ પક્ષ તરફથી રાજીનામુ આપવાનું કહેવાતા ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને મળ્યા હતા..જો કે સી.આર પાટીલ જોડે મુલાકાત ન થતાં ભાજપના અન્ય પ્રદેશ હોદ્દેદારોએ તેમને અણદાભાઈનારાજીનામાને લઈને વાત કરી હતી…જેથી પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે તેમને બેંકમાં કાર્ય ચાલુ રાખવા કહ્યું હોવાનું જણાવ્યું હતું...

વધુમાંઅણદાભાઈએજણાવ્યુ હતું કે રાજીનામા બાબતે કયા પરિબળોએ ભાગ ભજવ્યો હતો તે બાબતે કઈ કહી શકાય નથી.. પરંતુ પક્ષને વફાદાર રહીને હંમેશા કાર્ય કરતો રહીશઅને બેન્કમાં જે પણ સમસ્યાઓ હશે તો તેનું એકજૂટ થઈને નિરાકરણ કરશું

 

Download Our B K News Today App



Related News