કોરોના મહામારી વચ્ચે પાલનપુર સબજેલમાંથી 15 કેદીઓ મુક્ત કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-19 12:12:52
  • Views : 350
  • Modified Date : 2021-05-19 12:12:52

 

 

    અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયુ છે. ગુજરાત માં શહેરી અને ગ્રામીણ વિસ્તારની સાથે-સાથે જેલમાં સજા ભોગવતા કેદીઓ પણ કોરોના વાયરસ થી પ્રભાવિત થયા હતા. જેથી કેન્દ્ર સરકારની નોવેલ કોરોના મહામારી ગાઈડલાઈન અને ગુજરાત સરકારની હાઈપાવર કમિટી એ ગુજરાતની તમામ જેલોમાંથી સાત વર્ષથી ઓછી સજા વાળા કાચા કામના કેદીઓ અને ભરણપોષણ અંતર્ગત સજા કાપતા કેદીઓ ને છોડી મૂકવાનો નિર્ણય લેવાયો હતો.

    બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસની મહામારીમાં સતત વધારો થઈ રહ્યો છે.અને તેમાંય વળી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ સબજેલમાં પણ અનેક કેદીઓ જેલવાસ ભોગવી રહ્યા છે.ત્યારે તે કેદીઓમાં પણ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આજે પાલનપુર ખાતે આવેલી બનાસકાંઠા જિલ્લા જેલમાં પણ 15 કેદીઓને મુક્ત કરાયા છે જેમાં સાત વર્ષથી ઓછી સજા વાળા 7 કાચા કામના કેદીઓ જ્યારે ભરણપોષણ ગુન્હાઓમાં સજા કાપતા 8 કેદીઓ મળી કુલ 15  કેદીઓની આજે જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત કરાયા હતા.

     કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા જેલના કેદીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે કેદીઓને 1 મહિના સુધી મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે અંતર્ગત આજે પાલનપુર સબજેલમાંથી 15 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.આ અંગે જિલ્લા જેલ અધિક્ષક વી પી ગોહિલે પાલનપુરની જિલ્લા જેલમાંથી 15 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કર્યા છે જે કેદીઓએ તેમના નજીકની પોલીસ સ્ટેશનમાં એક મહિના સુધી હાજરી પુરાવવાની ની રહેશે.

Download Our B K News Today App



Related News