ડીસામાં અનંત ગેલેક્સી સોસાયટીમાં જન્માષ્ટમી નિમિતે જય રણછોડ માખણચોર'નો નાદ સાથે મટકીફોડના કાર્યક્ર્મનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-21 11:30:08
  • Views : 250
  • Modified Date : 2022-08-21 11:30:08


હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું ખાસ મહત્વ રહેલું છે દર વર્ષે ઉજવાતા હિંદુ ધર્મના અનેક તહેવારોમાં લોકો રંગે ચંગે ઉજવણી કરતા હોય છે જે અંતર્ગત આજે જન્માષ્ટમી પર્વની ડીસામાં અનંત ગેલેક્સી સોસાયટીમાં ઉજવણી કરવામાં આવી હતી. લોકો શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમમાં પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાયા હતા.  ત્યારે ડીસાની અનંત ગેલેક્સી સોસાયટીમાં જન્માષ્ટમી નીમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર સોસાયટીના લોકો મટકી ફોડ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને આ મટકી ફોડ માં ડી જે ના તાલે ભાઈઓ અને બહેલોએ રસ ગરબાની રમઝટ બોલાવી હતી. સોસાયટીમાં ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી.જેમાં મટકી ફોડ કાર્યક્રમમાં સમગ્ર સોસાયટીના લોકો એકત્રિત થઈ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ ગરબે જુમી ઉઠ્યા હતા. અનંત ગેલેક્સીના બાળકો દ્વ્રારા પિરામિડ ગોઠવીને માખણની મટકી ફોડવામાં આવી હતી, તેમજ શ્રીકૃષ્ણને હિંડોળે ઝૂલાવીને આરતી કરવામાં આવી હતી. તેમજ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ભક્તો રાસ ગરબા મનમુકીને રમ્યા હતા. તેમજ ભગવાન શ્રીકૃષ્ણને હિંડોળે ઝુલાવીને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સોસાયટીના ભાવિક ભક્તો શ્રી કૃષ્ણના દર્શન અર્થે ઉમટી પડ્યાં હતાં, તેમજ ધામધૂમપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.સોસાયટીમાં નાના બાળકો કૃષ્ણ પણ બન્યા હતા. અને શ્રી ક્રુષ્ણના જન્મ દિવસ નિમિતે કેક પણ કાપવામાં આવી હતી. સૌ સોસાયટીના ભાઈ બહેનોએ ખૂબ ધૂમધામથી કાર્યક્રમની ઉજવણી કરી હતી.સોસાયટી નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદથી આખી સોસાયટી ગુંજી ઉઠ્યું હતું.


Download Our B K News Today App



Related News