ડીસામાં આજે પંચપરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા અનંત ચતુરદશી સામૂહિક વ્રત ઉધાપનની ઉજવણી કરાઈ હતી

  • Published By :
  • Published Date : 2022-09-09 17:59:54
  • Views : 273
  • Modified Date : 2022-09-09 17:59:54

બ્રાહ્મણ સમાજમાં અનંત ચતુર્દશીનું વ્રત નું ખૂબ જ મહત્વ હોય છે. વિષ્ણુ ભગવાન ના આશીર્વાદ મેળવવા માટે મોટાભાગના ભૂદેવ આ વ્રત કરતા હોય છે જેમાં આજે પંચ પરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા સામુહિક વ્રત ઉધાપનની ઉજવણી કરાઈ હતી જેમાં 46 ભૂદેવો એ ભાગ લીધો હતો. સામાન્ય રીતે પાંડવોના સમયથી કરવામાં આવતા વ્રત માં ભૂદેવ 14 વર્ષ સુધી વ્રત કરી દર વર્ષે 14 લોકોને દોરો બાંધી વ્રત કરાવે છે અને 14 વર્ષે બાદ 14 ગાંઠવાળો દોરો બાંધી વ્રતની ઉજવણી કરે છે. ડીસામાં આજે આ સામૂહિક ઉજવણીમાં સમસ્ત પંચપરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો તેમજ વ્રત કરનાર લોકોને પણ આશીર્વાદ આપ્યા હતા . 

Download Our B K News Today App



Related News