અનંત અંબાણી સોમનાથ મંદિરે પહોંચ્યા

  • Published By :
  • Published Date : 2022-09-30 14:30:52
  • Views : 828
  • Modified Date : 2022-09-30 14:30:52

અંબાણી પરિવારના અનંત અંબાણી જગવિખ્યાત સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા સોમનાથ મંદિરે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન સોમનાથ ટ્રસ્ટના અઘિકારીઓએ તેમને આવકારી મંદિરે લઇ ગયેલા હતા. જ્યાં અનંત અંબાણીએ મહાદેવને શીશ ઝુકાવી જલાભિષેક સાથે પુજા-અર્ચન કરી હતી. ત્યારબાદ સોમનાથ મંદિરના સમરાંગણ પર 51 સુવર્ણકળશોની પૂજા કરી હતી. મહત્વનું છે કે બે દિવસ અગાઉ અનંત અંબાણીએ દ્વારકાના આંગણે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકામાં અનંત અંબાણીએ દર્શન કરી દ્વારકાધીશની પૂજા અર્ચના કરી હતી. ઉપરાંત નવરાત્રીના પર્વ પર ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.વધુમાં સોમનાથ મહાદેવની નિત્ય પૂજા માટે ચાંદીના વાસણોની તેમના દ્વારા ભેટ આપવામાં આવી હતી.અંબાણી પરિવાર દ્વારા ચાંદીના રૂ.90 લાખના વાસણોની ભેટ આપવામાં આવી હતી. મહત્વનું છે કે અનંત અંબાણી અવારનવાર સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા હોય છે.

Download Our B K News Today App



Related News