પાલનપુર આનંદનગર ખાતે કાર ઉપર વૃક્ષ ધરાશાયી :મોટી જાનહાની ટળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:49:55
  • Views : 508
  • Modified Date : 2019-04-20 05:49:55

પાલનપુરના આનંદનગર ખાતે ગુરૂવારની રાત્રીએ એકાએક એક વૃક્ષ ધરાશાયી થતા તે કાર ઉપર પડ્યું હતુ.આ ઝાડ સાથે ચાલુ વીજ વાયરો  પણ તુટી પડ્યા હતા. તે સમય ઝાડ નીચે રમતા બાળકોનો અદભૂત બચાવ થયો હતો તેમજ સદનસીબે મોટી જાનહાની થતાં ટળી હતી.  પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુરના આનંદનગર ખાતે રહેતા કેતનભાઇ જોષીની કાર ઉપર અચાનક વૃક્ષ પડતા કારને નુકસાન થયુ હતુ. તેમજ ચાલુ વીજ લાઇનના વાયરો નીચે પડતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. પરંતુ સદનસીબે નીચે રમી રહેલા બાળકોનો બચાવ થયો હતો. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને વીજ કંપનીને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી વીજકંપનીના કર્મચારીઓ  ઘટનાસ્થળે દોડી  આવીને વીજ પુરવઠાને પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી હતી.


Download Our B K News Today App



Related News