આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડીએસ ગઢવીની વધી શકે છે મુશ્કેલી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-11 16:01:06
  • Views : 136
  • Modified Date : 2023-08-11 16:01:06

  આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડીએસ ગઢવીની  મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ગઢવી સામે તપાસ તેજ કરવામાં આવી છે. ACS સુનયના તોમર કમિટી આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં જઈને રૂબરૂ તપાસ કરશે. આ કમિટીએ 13મી જૂને સામાન્ય વહીવટ વિભાગને મળેલી ફરિયાદ અને વીડિયો ફૂટેજમાં ગઢવી સાથે દેખાતી મહિલા કોણ છે તેની તપાસ શરૂ કરી છે.વધુ તપાસ માટે કમિટી કલેક્ટર ઓફિસ અને જિલ્લા વહીવટી તંત્રમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીની પણ પૂછપરછ કરશે.એકતરફ ગઢવી સાથે વીડિયોમાં દેખાતી મહિલા અંગે રહસ્ય ઘેરાયું છે, તો બીજીતરફ આ પ્રમોટિવ IASના અધમ કૃત્યોના ફૂટેજ પાછળ બીજુ કંઈ નહીં પણ લાંચની રકમની વહેંચણી અને વહીવટી તંત્રમાં વર્ચસ્વની લડાઈ કારણભૂત હોવાની ચર્ચા છે. કહેવાય છે કે કલેક્ટર ઓફિસના નજીકના વગદાર GAS ઓફિસરે જાન્યુઆરીમાં છૂપા કેમેરા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાવ્યું હતું. એટલું જ નહીં તત્કાલીન RAC કેતકી વ્યાસની પણ તપાસ કરાશે.સચિવાલયમાં થતી ચર્ચા મુજબ જમીન મહેસૂલી કામગીરી માટે આણંદ જેવા મહત્વના જિલ્લામાં પોસ્ટિંગ મેળવનારા કલેક્ટર ગઢવી અને અધિકારી નિવાસી અધિક કલેક્ટર RAC વ્યાસ વચ્ચે તાલમેલ નહોતો. દરમિયાન અધમ કૃત્યનો વીડિયો વાયરલ થયો છે. 16 જૂને સરકારને ફરિયાદ મળ્યા બાદ 9 ઓગસ્ટે ગઢવીને સસ્પેન્ડ કર્યા પહેલા જ GADએ GAS કેડરના કેતકી વ્યાસને તાપીમાં DRDA તરીકે બદલી કરી છે.

Download Our B K News Today App



Related News