થરાદની સરકારી હોસ્પિટલમાં અદાણી પરિવાર તરફથી બનાવેલ ઓક્સિજન પ્લાન્ટનું બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-23 11:11:13
  • Views : 293
  • Modified Date : 2021-05-23 11:11:13

     બનાસકાંઠા ના જિલ્લા કલેકટર આનદ પટેલ આજે થરાદની સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા જેમાં થરાદ હોસ્પિટલ ખાતે આવેલ ઑક્સિજન પ્લાન્ટનું  ઉદઘાટન શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું અને ઉદઘાટનને લઇને જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે થરાદમાં રહેલ અદાણી પરિવારે પોતાના વતનનું ખુબજ મોટું ઋણ અદા કર્યું છે ત્યારબાદ રેફરલમાં કોરોના કેસમા સારવાર લેતાં દર્દીઓની મુલાકાત લીધી હતી તેમજ રેફરલ હોસ્પિટલનો તમામ સ્ટાફ દિવસ રાત પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાની મહામારી વચ્ચે દર્દી ઓને સારવાર આપી રહ્યા છે..બનાસકાંઠાનાં જિલ્લા કલેકટરે થરાદની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના પ્લાન્ટનની લીધી મુલાકાત લીધી મુલાકાત સમયે  સાંસદ તેમજ M L A.,ડી ડી ઓ,ટી ડી ઓ  અને થરાદ પ્રાંત અધિકારી વિ.સી.બોડાણા મામલતદાર તેમજ નાયબ મામલતદાર અને થરાદ પોલીસ સ્ટેશન પી.આઇ. જે.બીચૌધરી,ડોક્ટર માથુંર સહિતના અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News