ગાંધીનગર જિલ્લામાં ૧,૭૨,૩૦૬ રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-25 12:17:08
  • Views : 566
  • Modified Date : 2020-05-25 12:17:08

ગાંધીનગર જિલ્લામાં  એપીએલ-૧, બીપીએલ,  પીએચએચ અને અંત્યોદય યોજના હેઠળ કુલ ૧,૭૨,૩૦૬ રેશનકાર્ડ ધારકોને મે- ૨૦૨૦ ના મળવાપાત્ર નિયમિત જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં NON NFSA એપીએલ-૧ ના ૬૭ ૨૮૪,  NON NFSA: બીપીએલ ના  ૩૬૮૬, NON NFSA: ના ૯૨,૯૫૬ અને અંત્યોદય (AAY)  ના  કુલ ૮, ૩૮૦ રેશનકાર્ડ ધારકોનો સમાવેશ થાય છે.  જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપા ગઢવીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં NFSA PHH એપીએલ-૧ ના કુલ ૬૭૨૮૪ રેશનકાર્ડ ધારકોને જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું  છે. જેમાં આ કાર્ડ ધારકોને  ઘઉં ૬૭૨૮૪૦ કિ.ગ્રા, ચોખા ૨૦૧૮૫૨ કિ.ગ્રા, ખાંડ ૬૭૨૮૪ કિ.ગ્રા, મીઠું ૬૭૨૮૪ કિ.ગ્રા, ચણાદાળ/ ચણા ઃ ૬૭૨૮૪ કિ.ગ્રા.નું વિતરણ કરવામાં આવ્યું  છેNFSA PHH બીપીએલના કુલ ૩,૬૮૬ રેશનકાર્ડ ધારકોને જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમને ઘઉં ૧,૨૯,૦૧૦ કિ.ગ્રા, ચોખા ૫૫, ૨૯૦ કિ.ગ્રા, ખાંડ ૩,૬૮૬ કિ.ગ્રા., મીઠું  ૩, ૬૮૬ કિ.ગ્રા., ચણાદાળ/ ચણા  ૩, ૬૮૬ કિ.ગ્રા.નું  વિતરણ કરવામાં આવ્યું છે. NFSA PHH ના કુલ – ૯૨, ૯૫૬ રેશનકાર્ડ ધારકોને જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમને ઘઉં - ૩,૨૫, ૩૪૬૦ કિ.ગ્રા., ચોખા – ૧૩,૯૪,૩૪૦ કિ.ગ્રા., ખાંડ – ૯૨,૯૫૬ કિ.ગ્રા., મીઠું – ૯૨,૯૫૬ કિ.ગ્રા., ચણાદાળ, ચણા – ૪,૬૪, ૭૮૦ કિ.ગ્રા.નું વિતરણ કરવામાં આવ્યું છે.
અંત્યોદયના કુલ ૮૩૮૦ રેશનકાર્ડ ધારકોને જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમને ઘઉં ૨,૫૧, ૪૦૦ કિ.ગ્રા., ચોખા ૧,૬૭,૬૦૦ કિ.ગ્રા., ખાંડ ૧૪,૨૪૬ કિ.ગ્રા.,  મીઠું ૧૨,૫૭૦ કિ.ગ્રા.,  ચણાદાળ/ ચણા ૬૨,૮૫૦ કિ.ગ્રા.નું વિતરણ કરવામાં આવ્યું છે. 

Download Our B K News Today App



Related News