ગઢ પંથકના ગામોમાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-04 11:47:11
  • Views : 465
  • Modified Date : 2020-04-04 11:47:11

પાલનપુર તાલુકાના સાસમ, મડાણા, દલવાડા જેવા ગામોમાં ચાલતી સસ્તા અનાજની દુકાનોની મુલાકાત બી.કે.ન્યૂઝ દૈનિકની ટીમ દ્વારા લેવામાં આવી હતી. ત્યારે અગાઉના અહેવાલના અનુસંધાને તમામ સંચાલકો દ્વારા લોકોને પુરતો જથ્થો
આપવામાં આવે છે તેમ લોકોએ જણાવ્યું હતું. તો દલવાડા તલાટી દ્વારા ગામમાં ચાલતી સસ્તા અનાજની દુકાન કે જે દલવાડા અને તાલેપુરા બે ગામમાં પુરવઠો પાડે છે. ત્યારે ગામમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને જાહેરનામાનો ભંગ ના થાય એટલા માટે
પુરવઠાનો જથ્થો ગાડીમાં ભરી તાલેપુરા ખાતે જઈ વિતરણ કરાયુ હતુ. સાસમ ગામની સસ્તા અનાજની દુકાનો ચલાવતા સંચાલનની મુલાકાત લેતા તમામ ગ્રાહકો માટે સરકાર દ્વારા જે મફત અનાજ વિતરણ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગ્રાહકોને
પૂછપરછ કરતા ગ્રાહકો દ્વારા જણાવવામાં આવેલ છે કે સરકાર દ્વારા જે પણ મળવાપાત્ર જથ્થો તે યોગ્ય પ્રમાણમાં મળે છે. સરકારના નિયમ અનુસાર લોકોએ ડિસ્ટન્સ રાખી અને  શાંતિપૂર્વક  અનાજના જથ્થાનો વિતરણ કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News