પાલનપુર ગોડાઉનમાંથી ૧પ હજાર અનાજના કટ્ટા સગેવગે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 11:06:44
  • Views : 410
  • Modified Date : 2021-02-17 11:06:44

 બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે આવેલા અનાજ ગોડાઉનમાંથી અંદાજે ૧પ હાજર જેટલા ઘઉં અને ચોખાના કટ્ટા સગેવગે થયા હોવાના અહેવાલ મળ્યાં છે. જેને લઈને વિજિલન્સની ટીમે અનાજ ગોડાઉનમાં ઘઉં-ચોખાના
સ્ટોકને લઈને તપાસ હાથ ધરી હતી. જેના પગલે દોડધામ મચી ગઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં ગરીબોને અનાજ વિતરણ કરવા માટે જિલ્લામાં તાલુકા મથકોએ ગોડાઉન આવેલું છે. એજ રીતે પાલનપુર ખાતે પણ અનાજનું ગોડાઉન આવેલ છે. જ્યાંથી રેશનીંગની દુકાનોમાં રેશનીંગના લાભાર્થીઓને અનાજ પહોંચાડવામાં આવે છે.  પરંતુ ગરીબોના હક્કના અનાજ ઉપર અનાજ માફીયાઓનો ડોળો ફરી રહ્યો હોય તેવું લાગે છે. જે અનાજનો જથ્થો છીનવીને ગરીબોના ભાગ અનાજનો જથ્થો આવા માફીયાઓ સગેવગે કરી રહ્યા છે. જેમાં પાલનપુર ખાતે આવેલા અનાજ ગોડાઉનમાંથી અગાઉ ૧પ હજાર અનાજ બોરીઓનો જથ્થો પગ કરી ગયો હોવાને લઈને વિજીલન્સની ટીમે તપાસ હાથ ધરી છે. જેને લઈને સમગ્ર જિલ્લામાં ચર્ચા જાગી છે. જ્યારે જેમના તાબામાં આવે છે તે ગોડાઉનના મેનેજર અને
ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના નાયબ મામલતદારે આટલો મોટો અનાજનો જથ્થો સગેવગે થઈ રહ્યો હોય ત્યારે તેમને શું ધ્યાન રાખ્યું જેને લઈને પણ સવાલો ઉભા થયા છે. બીજી તરફ જેની જવાબદારી થાય છે તે પણ મોદી હોવાનું અને સગવગે કરવામાં પણ મોદી હોવાનું કહેવાય છે. પરંતુ સગેવગે કરવામાં જેની સામે
શંકાની સોય તકાઈ રહી છે. તે ભાજપના હોદ્દેદાર હોવાથી આ કેસમાં ભીનું સંકેલવાના પ્રયાસો પણ હાથ ધરાયા હોવાના અહેવાલ છે. ત્યારે શું ગરીબોને અપાતો અનાજનો જથ્થો અનાજ માફીયા સગેવગે કરે અને તંત્ર જાે કોઈ કાર્યવાહી નહીં કરે તો તંત્ર સામે પણ આશંકાઓ ઉભી થશે. ત્યારે આવા તત્વો સામે વહીહટી તંત્રએ કડક હાથે કામ લેવું જરૂરી બન્યું છે.

Download Our B K News Today App



Related News