ડીસાના ભણસાલી હોસ્પિટલમાં આવેલ પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો શખ્સ મોટરસાયકલની ઉઠાંતરી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-02 11:37:02
  • Views : 293
  • Modified Date : 2022-08-02 11:37:02

ડીસા શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોની ઉઠાંતરીની ઘટના એક પછી એક સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક મોટર સાયકલની ઉઠાતરી ની ઘટના સામે આવી છે. ડીસાના રિઝમેટ વિસ્તાર ખાતે રહેતા વર્ધાજી રણછોડજી  માળી નો મોટરસાયકલ નંબર gj 08 an 9804 ઘર વપરાશ માટે ઉપયોગ કરતા હતા. તેમની માતા ડીસા ની ભણસાલી હોસ્પિટલમાં દાખલ હોવાથી તેમનો દીકરો અને તેમની પત્ની જમવાનું લઈ મોટરસાયકલ પર ડીસાના ભણસાલી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ભણશાળી હોસ્પિટલમાં પાર્કિંગમાં તેમનું બાઈક મૂક્યું હતું અને હોસ્પિટલમાં જમવાનું આપવા ગયા હતા જે વાત પરત આવી જે જગ્યાએ તેમને મોટરસાયકલ પાર્ક કર્યું હતું તે જગ્યાએ મોટરસાયકલ જોવા મળેલ નહીં જે બાદ આજુબાજુ તપાસ કરતાં મોટર સાયકલ મળી આવેલ નહીં. જે બાદ આજ રોજ વર્ધાજી રણછોડજી માળીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે


Download Our B K News Today App



Related News