કચ્છના જખૌ બંદર પાસેથી મળ્યો બિનવારસી સેલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-26 15:44:30
  • Views : 91
  • Modified Date : 2023-08-26 15:44:30

 કચ્છના જખૌ બંદર પાસે બિનવારસી સેલ મળી આવ્યો છે. કચ્છના જખૌ બંદર પર ગઈ કાલે પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી સેલ મળી આવ્યો છે. જખૌના નિર્જન ટાપુ પાસેથી વિસ્ફોટક સેલ મળી આવ્યો છે. અગાઉ પિંગળેશ્વર પાસેથી આ પ્રકારનો સેલ મળ્યો હતો. બિનવારસી સેલ મળતા એજન્સીએ સેલ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ આજે કચ્છના કંડલા પોર્ટ પર દુર્ઘટના બની હતી. કચ્છના કંડલા પોર્ટ નજીક ક્રેનનો લીફ્ટિંગ બેલ્ટ તૂટી જતા ક્રેન નીચે પટકાઈ હતી. આ સમગ્ર ઘટના કંડલા પોર્ટ પર આવેલી જેટી નંબર 6 પાસે બની હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Download Our B K News Today App



Related News