ડીસાના ઢુંવા ગામે અજાણી મહિલા ગામમાંથી મળી આવતા પોલીસ હવાલે કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-10 11:08:08
  • Views : 468
  • Modified Date : 2022-04-10 11:08:08

 

ડીસા તાલુકાના ઢુંવા ગામે કોઈ અજાણી મહિલા ગામમાં ફરતી હતી.જે મહિલા પોતાની ભાષામાં હિન્દીમાં બોલતી હતી.જે વાતની જાણ ઢુંવા ગામના લોકોને થતા ગામ લોકો ભેગા થઈ આ મહિલાને ઝડપી પાડી હતી.જે બાદ આ મહિલા ક્યાંથી આવી છે અને કોની સાથે આવી છે તેની ગામ લોકોએ પૂછતાજ કરી હતી ત્યારે આ અજાણી મહિલાએ કોઈ પણ વાત ની જાણ કર્યા વગર માત્ર કોઈ રોહિત નામનો વ્યક્તિ તેને અહીંયા લાવ્યો છે તેની જાણ આ મહિલાએ ગામ લોકોને કરી હતી.જે બાદ આ સમગ્ર ઘટનાનો વિડિઓ ગામ લોકોએ મોબાઈલમાં બનાવી સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.આ સમગ્ર ઘટના બાદ મહિલાએ ગામ લોકોને કોઈ પણ વાતની જાણકારી ન આપતા આખરે ઢુંવા ગામના લોકોએ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મહિલા પોલીસ મથકે લાવી આ મહિલા ક્યાંથી આવી છે અને કોના ઘરે આવી હતી તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News