નવસારીની આલ્ફા હોટલમાં ઘૂસી બેકાબૂ કાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-11 15:24:11
  • Views : 64
  • Modified Date : 2023-12-11 15:24:11

નવસારીમાં બેફામ ઝડપે ફરી ગમખ્વાર અકસ્માત સર્જયો. સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર હોટલ આલ્ફામાં ઘૂસી હતી. બેફામ કારચાલક જે પ્રકારે હોટલમાં એન્ટર થઈ તે જોઈને હાજર લોકોના હોંસ ઊડી ગયા હતા. કારણે આ ટક્કરને કારણે હોટલમાં ભારે નુકસાન થયું હતું.બેફામ કારની ટક્કર વાગતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે.કારચાલક પોલીસ સમક્ષ હાજર થયો હોવાની પણ વિગત મળી છે. ચીખલી પોલીસે આ સમગ્ર CCTVના આદહરે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ હવે આ ચાલક પાસે જરૂરી દસ્તાવેજો સહિતના પુરાવા છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News