બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના 14 તાલુકા લમ્પી વાઇરસની ચપેટમાં આવ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-29 11:57:03
  • Views : 331
  • Modified Date : 2022-08-29 11:57:03


બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના 14 તાલુકા લમ્પી વાઇરસની ચપેટમાં આવ્યા છે. વધતાં જતાં લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 905 જેટલા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. તેમજ આજે 22 પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 807 ગામોના પશુઓમાં લમ્પી વાઇરસની અસર દેખાઈ છે.


અત્યારસુધીમાં કુલ 523 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં આજે નવા 905 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. તેમજ 22 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકાઓના પશુ ઉપર લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. જિલ્લાના 807 ગામોના પશુઓમાં લમ્પી વાઇરસ અસર થઇ છે અત્યાર સુધી કુલ 25,177 પશુઓ લંપી વાઇરસની ચપેટમાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 523 પશુઓના મોત થયા છે.
​​​​​​​​​​​​​​


ક્યા તાલુકાના કેટલા ગામમાં કેસ નોંધાયા
જિલ્લાના 14 તાલુકાઓમાં લંપી વાઇરસની અસર જોઈએ તો દાંતા તાલુકાના કુલ 35 ગામો, અમીરગઢ તાલુકના કુલ 30 ગામ, પાલનપુર તાલુકાના કુલ 80 ગામો, વડગામ તાલુકના 70 ગામ, દાંતીવાડા તાલુકાના કુલ 41 ગામ, ડીસા તાલુકાના કુલ 80 ગામો, કાંકરેજ તાલુકાના કુલ 66 ગામો, વાવ તાલુકાના કુલ 66 ગામો, થરાદ તાલુકાના કુલ 88 ગામો, ભાભર તાલુકાના કુલ 44 ગામો દિયોદર તાલુકાના કુલ 56 ગામો, ધાનેરા તાલુકના કુલ 54 ગામો, સુઈગામ તાલુકાના કુલ 35 ગામો, લાખણી તાલુકાના કુલ 60 ગામો મળી જિલ્લાના કુલ 807 ગામો લમ્પી વાઇરસ અસરગ્રસ્ત થયા છે.


Download Our B K News Today App



Related News