આજરોજ ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે સમાજને તમાકુના વ્યસનથી મુક્ત કરવા માટે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-28 13:12:39
  • Views : 205
  • Modified Date : 2021-11-28 13:12:39

 

ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વ્યસન મુક્તિ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે નાના અને મોટા સૌ કોઈ દિવસે ને દિવસે મોટા મોટા વ્યસનો તરફ ધકેલાઈ રહ્યા છે ખાસ કરીને આજે નાની ઉંમરના બાળકો સૌથી વધુ વ્યસન તરફ જોવા મળી રહ્યા છે ત્યારે આ વ્યસન નથી લોકો દૂર રહે તે માટે ડીસા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ શાળાઓમાં વ્યસન મુક્તિ વક્તૃત્વ સ્પર્ધા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને શાળાઓ ની આજુબાજુ ગુટખાનું વેચાણ કરતા દુકાનદારો સામે પણ હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના કારણે આવનારા સમયમાં શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વ્યસન તરફ ધકેલાય નહીં ત્યારે આજે ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમાજને તમાકુના વ્યસનથી મુક્ત કરવા માટેની વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.આ વકતૃત્વ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ અને વ્યસનથી દૂર રહેવા માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર જીતુભાઈ ગોસ્વામી ડોક્ટર જીતેન્દ્ર પારઘી નિરંજનભાઇ ઠક્કર સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News