ડીસા શહેર ખાતે આઝાદ હિન્દ ફાઉન્ડેશન દ્વારા ઓનલાઇન કોમ્પિટિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં જોડે પોતાનામાં રહે ટેલેન્ટ બતાવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-28 12:50:03
  • Views : 177
  • Modified Date : 2022-01-28 12:50:03

 

ડીસા શહેરમાં આઝાદ હિન્દ ફાઉન્ડેશન દ્વારા ઓનલાઈન કોમ્પિટિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં બનાસકાંઠા પાટણ અને અમદાવાદ જિલ્લાની અલગ-અલગ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કોરોનાવાયરસ ની મહામારીમાં અત્યારે લોકો દરેક તહેવારની ઉજવણી ઘેરબેઠા કરતા હોય છે તો બીજી તરફ કોરોનાવાયરસ ની મહામારી ના કારણે હાલમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે જેના કારણે વિદ્યાર્થીઓએ ઘેર બેઠા અભ્યાસ કરવો પડે છે તો બીજી તરફ સતત કોરોનાવાયરસ ની મહામારી થી કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે તમામ સમસ્યાઓ વચ્ચે વિદ્યાર્થીઓ ઘેર બેઠા સ્પર્ધામાં ભાગ લઈ પોતાનામાં રહેલ ટેલેન્ટ બતાવી શકે તે માટે આઝાદ હિંદ ફાઉન્ડેશન દ્વારા ઓનલાઇન કોમ્પિટિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આઝાદ હિન્દ ફાઉન્ડશન દ્વારા ઓનલાઈન કોમ્પીટેશન રાખવામાં આવ્યો હતુંજેમાં વિદ્યાર્થીઓએ dancing, singing, fancy dress અને speech કોમ્પિટેશનમાં પોતાનું પર્ફોમન્સ બતાવ્યું હતું. સ્પર્ધામાં વિજેતા બનેલા પ્રથમ 3 નંબર ને ઈનામ અને દરેક લોકોને certificate આપી ને તેમના ઉત્સાહ મા વધારો કરવાની એક અનોખી કોશિશ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News