ડીસા માં હિંદુ યુવા સંગઠન દ્વારા અકસ્માત થયેલ વૃદ્ધ નું ઓપરેશન કરાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-26 11:53:34
  • Views : 237
  • Modified Date : 2022-06-26 11:53:34


ડીસા ખાતે રહેતા સગુણભાઈ વાદી એકાદ  મહિના પહેલા સાઇકલ લઈને જતા હતા તે દરમિયાન કોઈ ગાડી એ પાછળ ટક્કર મારતા તેમને ઇજાઓ થઈ થતા હોસ્પિટલ લઈ જવાયા હતા અનેં તબીબ દ્વારા એમ આર આઈ કરાવવા જણાવ્યું હતું પણ આર્થિક પરિસ્થતિ બહુ જ ખરાબ હોવાથી સારવાર ના પૈસા પણ ના હોવાના કારણે એક  મહિના થી જૂપડા બહાર ખાટલામાં પડ્યા રહેતા હતા જોકે આ બાબત ની

જાણ તેમને  સેવાભાવી દીપક ભાઈ ઠાકોર એ કરી હતી અમે તાત્કાલિક ત્યાં જઈ ને ૧૦૮  મારફતે ભણસાલી માં દાખલ કરાવ્યા હતા અને એમ આર આઈ  રિપોર્ટ કરાવાયા હતા જેથી મણકો ખસી જવાથી અને સ્નાયુઓ ખેચાતા સગુણ કાકા ઊભા થઈ શકતા નથી જેથી ઓપરેશન માટે તબીબે જણાવ્યું હતું જેનો ખર્ચ ૪૦ થી ૫૦ હજાર જેટલો થઈ શકે છે અને એક બીજું કે કાકા ને બે દીકરીઓ છે અને એક દીકરો છે જે ૧૦  વર્ષ નો છે બે દીકરીઓ નાં લગ્ન થઈ ગયેલ છે અને બંને સુવાવડ માં કાકા નાં ઘરે આવી હતી અને કમાવવા વાળા એકના એક આ સગુણ કાકા હતા જેથી ઘર ચલાવવું બહુ મુશ્કેલ હતું જેથી આ બાબતે હિન્દૂ યુવા સંગઠન ના નીતિનભાઈ સોની અને તેમની ટિમ દ્વારા બે દિવસ પહેલા ઓપરેશન કરવાની તૈયારી કરી હતી પરન્તુ ડોકટર દ્વારા  ઓપરેશન જોખમી હોવાથી અને ઓપરેશન કર્યા પછી વેન્ટિલેટર ની જરૂર પડશે.એમ જણાવ્યું હતું જેથી આ બાબતે તેઓ એ ભણસાલી હોસ્પિટલ નાં મેનેજર રમેશભાઈ દરજી વાત કરી હતી અને  ઓપરેશન પછી વેન્ટી માટે બહાર લઈ જઈ એ તો સંગઠન ને ખર્ચ પણ વધશે અને દર્દી હેરાન ના  થાય  તે માટે  ભણસાલી હોસ્પિટલ નું વેન્ટીલેટેર ચાલુ કરાવ્યું અને ત્યારબાદ ડીસા નાં ખ્યાતનામ ડોક્ટર ખેરાજભાઈ કિરી નાં પુત્ર ડોક્ટર શિવમ કિરી (મણકાના સ્પેશિયાલિસ્ટ) દ્વારા આજે સગુણ કાકા નું સફળ ઓપરેશન કર્યું હતુ જેમાં એમને વગર ફી માં ફ્રી ઓપરેશન કર્યું હતું.

ઓપરેશન પાંચ  કલાક જેટલું ચાલ્યું અને સફળ ઓપરેશન થયું

આ ઓપરેશન માં એનાલીસિસ અને પ્લેટ ખર્ચ ૨૫૦૦૦ હજાર જેટલો થયો હતો જેમાં ૧૧ હજાર નો ખર્ચ  રોહિતભાઈ દેવાજી ખેમાંજી તરફથી ચૂકવ્યો હતો અને બાકીના ૧૫ હજાર નો ખર્ચ  સંગઠન તરફ થી કરવામાં આવ્યો હતો આમ હિન્દૂ યુવા સંગઠન મદદે આવતા સગુણભાઈ નું ઓપરેશન સફળ થઈ જતા આગામી સમય માં તેઓ  પથારી માંથી ઉભા થઇ ફરી કામ ઉપર લાગસે તેમ હિન્દૂ યુવા સંગઠન દ્વારા જણાવાયું છે

Download Our B K News Today App



Related News