કલ્યાણપુરના ભોપલકા ગામની સીમમાં જૂના મનદુ:ખમાં વૃધ્ધ ખેડૂતની હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-17 11:58:06
  • Views : 453
  • Modified Date : 2025-04-17 11:58:06

જામખંભાળિયા, : કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે જીરૂનો પાક બાળી નાખ્યાની શંકાથી ચાલતા મનદુ:ખમાં  60 વર્ષીય વૃધ્ધ ખેડૂતને ધોકા જેવા બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે બે મહિલાઓ સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધી, હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

આ ચકચારી બનાવની વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 20 કિમી દૂર ભોપલકા ગામે રહેતા દેવરામ વાલાભાઈ સોનગરા નામના આશરે 60  વર્ષના વૃધ્ધને ગતરાત્રે લાકડા જેવા બોથડ પદાર્થના બેફામ ઘા મારતાં લોહી લુહાણ હાલતમાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પુત્ર દામાભાઈ દેવરામભાઈ સોનગરા (ઉ.વ. 38, રહે. ભાટીયા, તા. કલ્યાણપુર) એ ભોપલકા ગામના રમેશ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ, રમીલાબેન જયસુખભાઈ રાઠોડ, ટપુ મનજીભાઈ રાઠોડ, દામા મનજીભાઈ રાઠોડ, દેવશી મનજીભાઈ રાઠોડ અને મુકેશ દામાભાઈ રાઠોડ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. 

Download Our B K News Today App



Related News