કુંડી ગામમાં એપેડેમિક ડ્રોપ્સીથી ૩નાં મોત થતા આરોગ્યની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-07 13:13:31
  • Views : 423
  • Modified Date : 2021-08-07 13:13:31

     ધાનેરા તાલુકાના કુંડી ગામમાં છગનભાઇ લુંબાજી પલીવાળ (પુરોહિત) પરિવારમાં રાયડાનું તેલ ખાવાથી એપેડેમિક ડ્રોપ્સીનો સાત લોકો ભોગ બન્યા હતા અને તેમાં છગનભાઇ લુંબાજી પુરોહિત સહીત તેમના પુત અને પુત્રીનંુ પણ મોત નિપજ્યુ હતંુ. જેથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.  આ સમાચારના લીધે ગાંધીનગર, પાલનપુર તેમજ મોરીયા મેડીકલ કોલેજની ટીમો  દ્વારા કુંડી ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી  તેમજ આ પરીવારના ઘરમાં પડેલ તેલના તેમજ રાયડાના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને તે સેમ્પલો લેબોરેટરીમાં મુકવામાં આવ્યા છે. વધુમાં  જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ધાનેરા તાલુકાના તમામ ગામડાઓમાં આ એપેડેમિક ડ્રોપ્સીનો વિષે લોકોને માહિતીગાર કરવા માટે કાર્યક્રમો કરવા તેમજ તમામ ડેરીઓ ઉપર આ બાબતેના બેનરો લગાવવા માટે પણ નક્કી કરવામાં આવ્યું હતંુ. તેમજ આ અંગે એપેડેમીક ઓફિસર ડો. ગર્ગ દ્વારા જણાવેલ કે ગુંદરી ગામે જે ઘટના બની હતી. તેવીજ ઘટના છે દર્દીઓના સારવાર દરમ્યાન જે સેમ્પલો લેવામાં આવ્યા હતા તેમાં એપેડેમિક ડ્રોપ્સીનો ભોગ બન્યા હોવાનંા બહાર આવેલ છે અને હાલમાં જે ચાર લોકો સારવાર હેઠળ છે તેમની હાલત પણ સુધારા ઉપર છે. તેમજ અમાંએ ગ્રામજનો સાથે બેઠક કરી હતી. જેમાં રાયડામાં ઉગતા દારૂડી (સત્યાનાસી) જેને ધાનેરા તાલુકામાં એખરો પણ કહેવામાં આવે છે તો આ છોડ ઉગતા જ ઉખેડી નાંખવા માટે સલાહ આપવામાં આવેલ તેમજ જ્યારે પણ તેલ લાવો તો પેકિંગ અને સારી ગુણવત્તાવળુ લેવા માટે જણાવ્યંુ હતું.

Download Our B K News Today App



Related News