ડીસા ખાતે આંતર કોલેજ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા બે દિવસ સુધી ચલસે અને તેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાની કોલેજના વિધાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-26 11:20:32
  • Views : 203
  • Modified Date : 2021-11-26 11:20:32

 

ડીસામાં આજથી શરૂ થઈ છે બે દિવસીય ચેસ સ્પર્ધા... હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ગુજરાતભરમાથી અલલ્ગ અલગ જિલ્લાની ૩૫ કોલેજના ૫૬ વિધાર્થીઓ અને ૩૫ વિધાર્થિનીઓ  મળી કુલ ૯૧ વિધાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.. અને પોતાના મગજને કસીને ચેસ સ્પર્ધા જીતવા માટે કમર કસી છે.. દર વર્ષે યોજાતી આ સ્પર્ધાનું આયોજન આ વખતે ડીસા ખાતે કરવામાં આવ્યું છે.. અને અલગ અલગ કોલેજના વિધાર્થી ભાઈ બહેનોને સ્પર્ધા દરમ્યાન માનસિક શાંતિ મળી રહે તે માટે સુંદર વાતાવરણ પણ ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે.. આજથી શરૂ થયેલી આ બે દિવાસીય ચેસ સ્પર્ધાનું ઉદ્ઘાટના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણના ડિપાર્ટમેંટ ઓફ હેડ ચિરાગભાઈ પટેલે કર્યું હતું.. ચેસની રમત માનસિકતા પર હકારાત્મક અસરો કરે છે અને વિધાર્થીઓ માટે કેટલી ફાયદાકારક છે તે અંગે હેમચંદ્રાચાર્ય ડીસા કોલેજના પ્રાધ્યાપક આર.ડી.ચૌધરીએ વધુ વિગતો આપી હતી.

 

અભ્યાસની સાથે સાથે રમત ગમત પણ બાળકોના વિકાસ માટે એટલું જ જરૂરી છે. અને તેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થતો હોય છે.. જેથી બાળકોએ પણ અભ્યાસની સાથે સાથે રમત ગમતમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે.

Download Our B K News Today App



Related News