અમદાવાદના TRP મોલમાં આગ લાગવાની ઘટનાને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-24 12:31:35
  • Views : 392
  • Modified Date : 2024-03-24 12:31:35

બોપલમાં આવેલ મોલમાં આગની ઘટના સર્જાઈ હચી. જે મોલમાં જ PG ચલાવવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. જેને લઈ હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યુ છે કે, મોલમાં કોમર્શિયલ PG ચલાવી શકાય નહીં. ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ હતુ કે, જો મોલમાંથી આવા કોઇ પૂરાવાઓ જણાશે તો ચોક્કસથી કાર્યવાહી કરાવમાં આવશે. મોલમાં કોમર્શિયલ PG ચલાવી શકાય નહીં.જ્યાં આગ લાગી હતી ત્યાં જ બાજીમાં PG ચલાવવામાં આવતુ હતુ આગ લાગવાને લઈ PG માંથી 100 થી વધારે યુવતીઓને રવાના કરવામાં આવી હતી. જેને લઈ હવે ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ હતુ કે, અમે તપાસના આદેશ આપી રહ્યા છીએ, મોલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News