ડીસા તાલુકાના કંસારી ગામ આવેલ પ્રજાપતિ પ્રાથમિક શાળા ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-30 11:56:06
  • Views : 215
  • Modified Date : 2022-03-30 11:56:06

ડીસા તાલુકાના કંસારી ગામે આવેલ પ્રજાપતિ પ્રાથમિક શાળા ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતના નકશામાં ગુજરાત અને છતિસગઢ નું સ્થાન શું છે તે અંગે શિક્ષકો દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં શાળાના બાળકો દ્વારા છતીસગઢનું નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યો હતો આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ ઉદ્દેશ્ય હતો કે જે પ્રમાણે બાળકો આજે દિવસે ને દિવસે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે અને દેશમાં અનેક ભાષાઓ અને તેમનું સ્થાન શું હતું તે ભૂલી રહ્યા છે ત્યારે ફરી એકવાર એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આજે વિવિધ શાળાઓમાં કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જેમાં શાળા દ્વારા ખાસ ભારતના નકશામાં ગુજરાત અને છત્તીસગઢ નો ઇતિહાસ છે તેને લઈને હાલમાં ડીસા તાલુકામાં કાર્યક્રમો થઈ રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના કંસારી ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે પણ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા ગુજરાતના પૌરાણિક ગરબા અને છત્તીસગઢની નૃત્ય લોકો ફરી એકવાર જાણતા થાય તે માટે રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ નિબંધો પણ શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા આજે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News