જૂનાગઢના માણાવદરના સરાડિયા રોડ પર વેપારી લૂંટાયો હોવાની ઘટના બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-06 13:25:32
  • Views : 190
  • Modified Date : 2024-09-06 13:25:32

ગુજરાતમાં ફરી એક વાર લૂંટની ઘટના સામે આવી છે. જૂનાગઢના માણાવદરના સરાડિયા રોડ પર વેપારી લૂંટાયો હોવાની ઘટના બની છે. વેપારી પાસેથી 1 કરોડથી વધુનાં સોનાની લૂંટ થઈ છે. જિલ્લા પોલીસ વડા, ડોગ સ્કવોડ, FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. જે જગ્યા પર લૂંટ થઈ હતી ત્યાં તપાસનો ધમધમાટ શરુ થયો છે. કલા ગોલ્ડ નામની અમદાવાદની પેઢીનો સેલ્સમેન લૂંટાયા હતા.માણાવદરના બાંટવામાં સોનાની ડીલ કરવા ગયેલા સેલ્સમેનના CCTV સામે આવ્યા છે. સેલ્સમેન પહેલાં અમદાવાદથી જૂનાગઢ પહોંચ્યા હતા. જૂનાગઢ સોનાની ડીલ કરી બીજી ડીલ માટે પોરબંદર જવા રવાના થયા હતા. પોરબંદરથી પરત ફરતી વખતે સરાડિયા રોડ પર લૂંટની ઘટના બની છે. બાંટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News