સુરતના અઠવા ગેટ રોડ પર અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-05-17 13:08:33
  • Views : 92
  • Modified Date : 2024-05-17 13:08:33

સુરતના અઠવા ગેટ રોડ પર અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના સામે આવી છે. ઓઈલ લીકેજ થઈ રોડ પર ઢોળાતા એકા- એક અનેક બાઈકો સ્લીપ થઈ રહી હોવાની ઘટના સામે આવી છે.બાઈક સ્લીપ થવાથી 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ફાયર વિભાગ સમયસર કામગીરી ન કરતા લોકો નાખુશ થયા હતા. રાહદારીઓ વાહન ચાલકોને રસ્તા પર વાહન ધીમે ચલાવવા સૂચન આપી રહ્યા છે.બીજી તરફ આ અગાઉ રાજકોટના રસ્તા પર ઓઈલ ઢોળાતા બાઈક ચાલકો લપસ્યા હોવાની ઘટના બની હતી. સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પર ઓઈલ ઢોળાયું હોવાનું સામે આવ્યું હતુ. તો અજાણ્યા વાહનમાંથી રોડ પર ઓઈલ ઢોળાતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Download Our B K News Today App



Related News