ધાનેરામાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-25 12:04:01
  • Views : 74
  • Modified Date : 2023-12-25 12:04:01

બનાસકાંઠાના  ધાનેરામાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી છે. ધાનેરા શહેરમાં આવેલ મધુસુદન વીલા સોસાયટીમાં ગેસ સિલિન્ડર ફાટ્યો છે. ઘટનામાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ગંભીર ઈજાઓને લઈ બંને લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર ફાટવાને લઈ મકાનનું રસોડું પણ જર્જરિત થયું હતુ. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિતના અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી.

Download Our B K News Today App



Related News