છોટા ઉદેપુરના નસવાડીમાં આવેલા એક ડુંગર વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-30 12:37:23
  • Views : 382
  • Modified Date : 2024-03-30 12:37:23

ઉનાળો શરુ થતા જ આગ લાગવાના બનાવોમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. છોટા ઉદેપુરના નસવાડીમાં આવેલા એક ડુંગર વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. કંડવા ગામે જંગલ વિસ્તારમાં આગ લાગતા વૃક્ષો બળીને ખાક થઇ જવાની ઘટના સામે આવી છે.છોટાઉદેપુરના નસવાડીમાં કંડવા ગામે જંગલ અને ડુંગરમાં આગ લાગી હતી. આગને પગલે જંગલમાં આવેલા લીલા વૃક્ષો બળીને ખાખ થઇ ગયા છે. જંગલમાં રહેતા વન્ય પ્રણીઓના મૃત્યુ થયા હોવાની શક્યતા જોવા મળી રહી છે.જેને પગલે વન વિભાગની ટીમ તપાસમાં જોતરાઇ છે. અંધશ્રદ્ધામાં માનતા કેટલાક લોકો દ્વારા આગ લગાવવામાં આવતી હોવાની આશંકા છે.

Download Our B K News Today App



Related News