ડીસાના રસાણામાં દારૂ પીને લોકોને ફોન કરી હેરાન કરવાની ઘટના સામે આવી

  • Published By :
  • Published Date : 2022-09-29 16:13:33
  • Views : 235
  • Modified Date : 2022-09-29 16:13:33

ડીસા ના રસાણા ગામે વેપારીને ફોન કરી વારંવાર ધમકીઓ આપતા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે વેપારીએ ધમકી આપના ધાનેરાના બે સંબંધીઓ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.ડીસાના અગ્રસેન નગર માં રહેતા હેમરાજજી અગ્રવાલ રસાણા પાસે દાળમિલની ફેક્ટરી ધરાવે છે તેઓ રસાણા ખાતે તેમની ફેક્ટરી પર હતા તે સમયે તેમના દૂરના સંબંધી અને ભાણેજ અનિલ અગ્રવાલ નો ફોન આવ્યો હતો અને ફોન પર હેમરાજજી ને જેમ તેમ ગાળો બોલી ધમકીઓ આપી હતી. ત્યારબાદ મુકેશ સત્યનારાયણ મંગળ અગ્રવાલનો પણ ફોન આવ્યો હતો તેણે પણ હેમરાજજીને ગાળો બોલી ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી હતી જે અંગે વેપારી હેમરાજજીએ ડીસા તાલુકા પોલીસમાં બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી આ બંને શખ્સો અવારનવાર દારૂ પી લોકોને ફોન કરી હેરાન કરતા હોવાનું પણ ફરિયાદ માં ઉલ્લેખ કરાયો છે. હેમરાજજી ને ફોન પર ધમકી આપતા હોવાની ઓડિયો ક્લિપ રજૂ કરી ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News