ડીસામાં આવેલી ભણશાલી હોસ્પિટલમાંથી બાઇક ચોરીની ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-28 12:06:49
  • Views : 299
  • Modified Date : 2022-07-28 12:06:49

ડીસામાં આવેલી ભણશાલી હોસ્પિટલમાંથી બાઇક ચોરીની ઘટના સામે આવી

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોર ગેંગ સક્રિય બની હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ખાસ કરીને ડીસા શહેરના સાઈબાબા મંદિરથી માંડી દિપક હોટલ સુધી છેલ્લા એક અઠવાડિયામાં અનેક વાહનોની ચોરી સામે આવી છે ચોર ટોળકીને જાણે પોલીસની સહેજ પણ ડર ન રહી હોય તેમ એક બાદ એક મોટી મોટી ચોરીને ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસા શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે અને શહેરમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.. ત્યારે ડીસામાં આવેલી ભણશાલી હોસ્પિટલમાં પણ એક જ અઠવાડીયામાં ચોરીની ઘટના સામે આવી છે.. અગાઉ હોસ્પિટલમાથી મોબાઈલ ચોરી થયા બાદ સોમવારે રાત્રે હોસ્પિટલના પાર્કિંગમાથી મોટર સાઇકલની ઉઠાંતરી થઈ છે.. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વર્ધાજી માળીના માતા સમાચાર લેવા માટે આવેલા વર્ધાજી માળી બાઇક પાર્કિંગમાં મૂકીને ગયા હતા અને ખબર અંતર પૂછ્યા બાદ પરત આવતા પાર્કિંગમાથી તેમનું બાઇક ચોરાઇ ગયું હતું. ચોરીમાં ગયેલું બાઇક હીરો હોંડા કંપનીનું સ્પ્લેંડર બાઇક છે અને તેનો નંબર જી.જે.૦૮.એ.એન.૯૮૦૪ છે.. જેનું બાઇક ચોરાયું છે તે વર્ધાજી માળીની પરિસ્થિતી ખૂબ જ ગરીબ છે અને બાઇકની ચોરી થતાં બાઇકના માલિકની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

Download Our B K News Today App



Related News