UPમાં એક લગ્નપ્રસંગમાં વરમાળા બાદ ફેરા ફર્યા પહેલાં જ હાર્ટ-અટેક આવતાં કન્યાનું મોત, સાળી સાથે વરરાજાના લગ્ન સંપન્ન કરાવાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 16:41:57
  • Views : 492
  • Modified Date : 2021-05-27 16:41:57

ઉત્તરપ્રદેશના ઇટાવામાં એક એવી ઘટના સામે આવી છે, જ્યાં ધામધૂમથી ચાલી રહેલા લગ્નપ્રસંગ સમયે ગમગીની છવાઈ ગઈ, જ્યારે કન્યાનું અચાનક જ મૃત્યુ થયું. લગ્નપ્રસંગમાં લગ્ન સંપન્ન થવાના હતા ત્યાં જ અચાનક સાત ફેરા ફરતાં પહેલા જ કન્યાને હાર્ટ-અટેક આવતાં તેનું મૃત્યુ થયું હતું.ખેરખર, આ ઘટના ઇટાવાના ભરથના વિસ્તારની છે. અહીં સમસપુરમાં એક લગ્નપ્રસંગ દરમિયાન આ ઘટના બની છે. વર પક્ષના મહેશ ચંદે જણાવ્યું હતું કે મંગળવારે 25 મેના રોજ તેમની બહેન સુરભિના લગ્ન મંજેશ ગ્રામ નવલી ચિતભવનની સાથે ધામધૂમથી થઇ રહ્યા હતા. જાન આવતાંની સાથે જ કન્યા પક્ષના લોકોએ ધામધૂમથી જાનનું સ્વાગત કર્યું હતું અને લગ્નની શરૂઆત થઇ હતી.

રાત્રે લગભગ સાડાઆઠ વાગે દ્વારચાર સાથે વરમાળા, માંગ ભરવા સહિત અન્ય તમામ રીતરિવાજ પૂર્ણ થઇ ચૂક્યા હતા. સાત ફેરા માટે વર-કન્યા બંને પક્ષ તૈયારીઓ કરી રહ્યા હતા, આ દરમિયાન લગભગ દોઢ વાગે અચાનક જ કન્યા બેભાન થઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી.અચાનક જ બેભાન થઈ ગયેલી કન્યાને પરિવારના સભ્યો ગામના ડોકટર પાસે લઈ ગયા હતા. ડોકટરે તપાસ કરતાં કન્યાને હાર્ટ-અટેક આવ્યો હોવાથી તે મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યું હતું. ત્યાર બાદ બંને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.




Download Our B K News Today App



Related News