ડીસા ની એક શિક્ષિકાને તેનો પતિ 50 હજાર રૂપિયા દહેજ ની માંગણી કરી માનસિક ત્રાસ આપતો હોવાની ઘટના સામે આવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-25 12:05:14
  • Views : 3328
  • Modified Date : 2022-07-25 12:05:14


શિક્ષિકાએ પૈસા ન લાવી આપી તેના પતિએ લાકડી ફટકારી હાથે ફેક્ચર કરતાં પીડિતા એ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

 

ડીસા માં દિપક હોટલ પાછળ રહેતા વીરલબેન નામની શિક્ષિકાના લગ્ન હિમાચલ પ્રદેશ ખાતે રહેતા અજયકુમાર ઓમપ્રકાશ સાથે થયા હતા શરૂઆતમાં બને વચ્ચે સુમેળ ભર્યા સંબંધો પસાર થતા દાંપત્ય જીવન દરમિયાન પ્રિયજ નામના દીકરાનો જન્મ થયો હતો એ દરમિયાન હિમાચલ પ્રદેશ ખાતે મકાન બની રહ્યું હોવાની વાત કરી અજયકુમારે તેની પત્ની પાસે પિયારમાંથી 50 હજાર રૂપિયા લાવી આપવા કહ્યું હતું. જો કે શિક્ષિકાએ પૈસા માટે ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થતા વિરલબેન તેમના પિતાના ઘરે આવી ગયા હતા. અને તેમના પિતાએ જમાઈ ને ઠપકો આપવા માટે ઘરે બોલાવતા અજયકુમારે ઉશ્કેરાઈ જઇ તેમની પત્ની ના ડાબા હાથે લાકડી મારતા ફ્રેક્ચર થયું હતું. તેમ છતાં પણ વિરલબેન બધું જ થાળે પડી જશે તેમ સમજીએ તેમના દીકરાની બાબરી ઉતરાવવા માટે હિમાચલ પ્રદેશ તેમના સસરાને ત્યાં ગયા હતા જો કે ત્યાં પણ તેમના પતિએ પૈસા લીધા વગર આવિશ જાનથી મારી નાખવાની ધમકી આપી કાઢી મુકતા શિક્ષિકાએ ડીસા આવી દક્ષિણ પોલીસ પથકે તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે . . .

Download Our B K News Today App



Related News