ડીસા માં અજાણ્યા બે શખ્સો એચ ટી બી ફાઇનાન્સ ની લોન ના હપ્તા ભરીને બાઈક છોડાવી જવાનું કહી યુવક પાસેથી બાઈક લઈ રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-28 11:51:13
  • Views : 276
  • Modified Date : 2022-07-28 11:51:13

ડીસા માં અજાણ્યા બે શખ્સો એચ ટી બી ફાઇનાન્સ ની લોન ના હપ્તા ભરીને બાઈક છોડાવી જવાનું કહી યુવક પાસેથી બાઈક લઈ રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી

ડીસા માં અજાણ્યા બે શખ્સો એચ ટી બી ફાઇનાન્સ ની લોન ના હપ્તા ભરીને બાઈક છોડાવી જવાનું કહી યુવક પાસેથી બાઈક લઈ રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. છેતરપીંડી નો ભોગ બનેલા યુવકે બે શખ્સો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ હાથ કરી છે

 

ડીસા ની પિંક સોસાયટી માં રહેતા ચેતન સંજયભાઈ બારોટ ગામનો યુવક જલારામ મંદિર પાસે ફોનવાલે ની દુકાન માં નોકરી કરતો હતો. તે દરમિયાન તેણે 30,000 ની કિંમત નો મોબાઇલ એચ ડી બી ફાઇનાન્સમાં લોન કરીને લીધો હતો . બાદમાં ફોનવાલે દુકાનમાંથી નોકરી છોડી દીધી હતી તે સમયે તેના મોબાઈલના ત્રણ હપ્તા પણ ડ્યુ થયા હતા જ્યારે ગઈકાલે આ યુવક પિંક સીટી થી બજાર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા બે શખ્સો  એ તેને ઉભો રખાવી એચડીબી ફાઇનાન્સ લોનના બાકી હતા માટેની ઉઘરાણી કરી હતી અને પાલનપુર માં આવેલી એસડિબી ફાઇનાન્સ ની ઓફિસમાં હપ્તા ભરીને બાઈક છોડાવી જવા નું કહ્યું તેનું બાઈક લઈને રફુચક્કર થઈ ગયા હતા. ચેતને ડીસા માં આવેલી એચડીબી ફાઇનાન્સ ની ઓફિસ માં જઇ તપાસ કરતા પાલનપુર માં આવી કોઈ જ ઓફિસ ન હોવાનુ જાણવા મળતા તેની સાથે છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ચેતન બારોટે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે યુવકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News