CBSEની ધોરણ 12ની એક્ઝામ સ્થગિત, ધોરણ-10ની એક્ઝામ રદ કરાઈ: વડાપ્રધાનની બેઠકમાં નિર્ણય લેવાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-14 14:13:38
  • Views : 478
  • Modified Date : 2021-04-14 14:13:38

    દેશમાં થનારી CBSE બોર્ડ એક્ઝામ વિશે આજે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય આવી ગયો છે. કેન્દ્ર સરકારે શિક્ષણ અધિકારીઓ સાથે બેઠક કરીને નિર્ણય લીધો છે કે, હાલ ધોરણ 12ની બોર્ડની એક્ઝામ સ્થગિત રાખવામાં આવશે અને ધોરણ-10ની એક્ઝામ રદ કરવામાં આવી છે.

    બીજી બાજુ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સરકારે રાજ્ય બોર્ડની પરીક્ષાઓ પાછી ઠેલવાનો નિર્ણય કરી દીધો છે.CBSEની 10માં અને 12માં બોર્ડની એક્ઝામ 4મેએ થવાની છે. બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા શેડ્યુલ પ્રમાણે એક્ઝામ બે શિફ્ટમાં કરવામાં આવશે. પરંતુ હવે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને એક્ઝામ પાછી ઠેલવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલાં ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિયેશન પણ 10માં અને 12માં બોર્ડની એક્ઝામ પાછી ઠેલવાની માંગણી કરી છે. એસોસિયેશન તરફથી શિક્ષા મંત્રાલયને ચિઠ્ઠી લખવામાં આવી હતી. CBSE બોર્ડની પરિક્ષાઓમાં ઓછામાં ઓછા 30 લાખ સ્ટૂડન્ટ સામેલ થવાના છે. પરીક્ષા ઓફલાઈન કરવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર #CancelBoardExam2021 કેમ્પેન પણ ચલાવી રહ્યા છે.


Download Our B K News Today App



Related News