ભારત સરકારના મેક ઇન ઈન્ડિયા અને વુમન એંપાવરમેંટની થીમ પર ડીસામાં આજે હાથ બનાવટની ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-05 12:17:27
  • Views : 198
  • Modified Date : 2022-03-05 12:17:27

ભારત સરકારના મેક ઇન ઈન્ડિયા અને વુમન એંપાવરમેંટની થીમ પર ડીસામાં આજે હાથ બનાવટની ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાયું

મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હાથ બનાવટની વસ્તુઓ માટે મહિલાઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ડીસામાં આજે હેંડીક્રાફ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.. જેમાં મહિલાઓ દ્વારા ઘરે બનાવેલી વસ્તુઓના સ્ટોલ બનાવી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.. આ પ્રદર્શન યોજવા પાછળનું કારણ લોકોને ઘરે બનેલી હાથ બનાવટની વસ્તુઓ વિષે સમજણ આવે અને જરૂરિયાત વાળી મહિલાઓ પોતાના ઘરે બનાવેલી ચીજવસ્તુઓને બજાર મળી રહે...

 

ભારતની મહિલાઓ પ્રતિભાશાળી છે અને આ મહિલાઓ હાથ બનાવટની ચીજવસ્તુ બનાવવામાં પાવરઘી છે.. પરંતુ આ મહિલાઓને યોગ્ય પ્લેટફોર્મ ન મળતું હોવાથી આ મહિલાઓ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓને યોગ્ય બજાર મળતું નથી.. અને લોકો પણ આ રીતે તૈયાર થયેલી હાથ બનાવટની ચીજવસ્તુઓની ગુણવત્તાથી અજાણ રહે છે.. ત્યારે લોકોમાં હાથ બનાવટની ચીજવસ્તુઓની ગુણવત્તાનો ખ્યાલ આવે અને જરૂરિયાતવાળી મહિલાઓ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓના વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે તે માટે આજે ડીસામાં એક ખાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ઘર સજાવટ, કપડાં, ખાવાની ચીજવસ્તુ સહિતની ચીજવસ્તુઓનું પ્રદર્શન રાખવામા આવ્યું હતું.. આ તમામ ચીજવસ્તુઓ હાથથી બનાવેલી ચીજવસ્તુ હતી અને ડીસાના લોકોએ પણ પ્રથમવાર આવી હાથથી બનાવેલી ચીજવસ્તુઓની ગુણવાતા નિહાળી પ્રભાવિત થઈ ઉઠ્યા હતા..

આ પ્રદર્શન ભારત સરકારના મેક ઇન ઈન્ડિયા અને વુમન એંપાવરમેંટની થીમ પર યોજવામાં આવ્યો હતો.. કે જેથી દેશમાં ઘરેલુ બનાવટની ચીજવસ્તુઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે. જેથી દેશની અર્થવ્યવસ્થાને પણ ફાયદો પહોંચાડી શકાય...

Download Our B K News Today App



Related News