થરા પંડિત દિનદયાલ સાંસ્કૃતિક ગૃહ હોલમાં થરા શહેર ભાજપ દ્વારા કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-12 13:46:55
  • Views : 269
  • Modified Date : 2021-07-12 13:46:55

     થરા પંડિત દિનદયાલ સાંસ્કૃતિક ગૃહ હોલમાં થરા શહેર ભાજપ દ્વારા થરા મંડલ કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠકમાં દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જેમાં કોરોનામાં મૃત્યુ પામેલ લોકો માટે  બે મિનિટ નું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક આગેવાનોનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું..આ મિટિંગમાં કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, સાધ્વી નિર્મળપુરી,ભાજપ કારોબારી સભ્યો, સક્રિય સભ્યો,તમામ મોરચાના હોદ્દેદારો,શક્તિકેન્દ્રના પ્રમુખો,બુથ પ્રમુખો,પેજપ્રમુખો,પેજ સમિતિના સભ્યો,,તેમજ પાર્ટીના સૌ શુભેચ્છકો,યુવાકાર્ય ભાઈઓ અને પાર્ટીના સૌ મિત્રો હજાર રહ્યા હતા.

 

Download Our B K News Today App



Related News