ડીસા તાલુકા સંઘ ખાતે ડીસા શહેર યુવા મોરચા કારોબારી બેઠક યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-03 10:38:03
  • Views : 250
  • Modified Date : 2022-09-03 10:38:03

 વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ હવે મેદાનમાં ઉતરી ગયા છે અને પોતાના પક્ષને જીત મેળવવા માટે અત્યારે વધુમાં વધુ લોકોનો સંપર્ક કરી પોતાના દ્વારા કરવામાં આવેલા કામોને લઈ લોકો સમક્ષ રજુ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. જેને લઇ અત્યારથી જ દરેક પક્ષ નાનામાં નાના કાર્યકર્તાને મળી અને પોતાના પક્ષનો વિજય થાય તે માટે કામે લાગી ગયા છે જે અંતર્ગત આજે ડીસાના તાલુકા સંઘ ખાતે પણ ડીસા શહેર યુવા મોરચાની કારોબારીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શહેર યુવા મોરચા અને તાલુકા યુવા મોરચાની સંગઠાત્મક કાર્યક્રમને લઈ ખાસ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો ફરી ડીસા શહેરમાં લહેરાય તે માટે પણ ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટી પક્ષમાં યુવાનો હજુ પણ વધુમાં વધુ જોડાય અને વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ પક્ષ મજબૂત થાય તે માટે પણ કાર્યકર્તાઓને આગેવાનો દ્વારા અપીલ કરાઈ હતી આજે યોજાયેલી આ કારોબારીની બેઠકમાં ડીસા વિધાનસભા પ્રભારી બાબુભાઈ ચૌધરી વિધાનસભા વિસ્તારક શૈલેન્દ્રસિંહ વિધાનસભા યુવા મોરચાના સંયોજક સચિનભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ડીસા શહેર યુવા મોરચાના કાર્યકર્તા ઉપસ્થિત રહી બેઠકને સફળ બનાવી હતી

Download Our B K News Today App



Related News