ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને માટે ચિંતા વધારનારું સર્જાયુ વાતાવરણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-04 14:27:44
  • Views : 83
  • Modified Date : 2024-02-04 14:27:44

સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. અનેક વિસ્તારોમાં વાદળો વહેલી સવારે ઘેરાયેલા હોવાને લઈ ખેડૂતોની ચિંતા વધી હતી. રવિ સિઝનનો પાક હાલ તૈયાર છે અને હવે લણવાની શરુઆત થઈ ચૂકી છે. બટાકા અને ઘઉં સહિતના પાક તૈયાર છે, ત્યારે વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.વહેલી સવારે ગાઢ ધૂમ્મસ પણ જોવા મળવાને લઈ માહોલ જ અલગ જોવા મળી રહ્યો હતો. હાઈવે પર ધૂમ્મસ જોવા મળવા સાથે શહેરી વિસ્તારમાં પણ બિલ્ડીંગો પણ ધૂમ્મસની પાછળ દેખાતા નહીં હોવાનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. નેશનલ હાઈવે પર પણ વાહન ચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.

Download Our B K News Today App



Related News