બાપુનગરમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 18:06:13
  • Views : 135
  • Modified Date : 2023-06-23 18:06:13

શહેરમાં લૂંટારૂઓ દિવસે દિવસે બેખૌફ બની રહ્યા છે. આરોપીઓને પોલીસનો કંઈ ડર જ હોય તેમ હથિયારનો ડર બતાવી લૂંટને અંજામ આપી રહ્યા છે. બાપુનગર વિસ્તારમાં આવેલ ડાયમંડ માર્કેટની વધુ એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટનો શિકાર બન્યો છે. શાતીર લૂંટારૂઓએ પહેલા રેકી કરી પ્લાનિંગ કર્યુ અને ત્યારબાદ ફિલ્મી ઢબે ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો.ફાયરિંગ કરી ફિલ્મી ઢબે લૂંટને અંજામ !બાપુનગરમાં શહેરકોટડા વિસ્તારમાં કાકડિયા હોસ્પિટલ પાસે યોગેશ્વર સોસાયટીના પાર્કિંગમાં આંગડિયા પેઢીના કર્મચારી મહેન્દ્ર પ્રજાપતિનું 46 લાખ 51 હજાર રૂપિયા લઈ પાર્કિંગમાંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર ત્રણ શખ્સોએ મહેન્દ્રભાઈના લમણે બંદૂક રાખી રૂપિયા ભરેલી બેગ આપી દેવા કહ્યું. પરંતુ, મહેન્દ્રભાઈએ બુમાબુમ કરી. બુમાબુમ સાંભળી લોકો એકઠા થઈ ગયા અને લૂંટારુઓને પકડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, એક શખ્સોએ જમીન પર એક રાઉન્ડ ફાયરિંગ કરી 46.51 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા. સ્થાનિકોએ લૂંટારુઓને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ભાગવામાં સફળ રહ્યા.બાપુનગરની યોગેશ્વર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ પ્રજાપતિ 20 વર્ષથી ડાયમંડ માર્કેટમાં આવેલી વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. આંગડિયા પેઢીથી તેમનું ઘર નજીક આવેલું છે. મોટી રકમ પેઢીમાં રાખવામાં જોખમ રહેતું હોય છે અને સાંજના સુમારે લોકર બંધ થઈ જતું હોવાથી અવાર-નવાર મહેન્દ્રભાઈ રૂપિયા ઘરે લાવતા હોય છે. એવી જ રીતે ગુરૂવારે મહેન્દ્ર પ્રજાપતિ 46 લાખ 51 હજાર રૂપિયા લઈ આવ્યા હતા. પરંતુ, તે પહેલા તેમને લૂંટી લેવાયા. જે રીતે લૂંટની ઘટનાનો અંજામ આપવામાં આવ્યો છે, તેના પરથી લૂંટારુઓએ પહેલાથી આંગડિયા પેઢીના કર્મચારીની રેકી કરી હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસના કહેવા મુજબ, આરોપીઓએ મહેન્દ્રભાઈ કયારે રૂપિયા લઈ ઘરે આવે છે તેમજ તેમની સાથે અન્ય કોઈ હોય છે કે નહીં તે તમામ બાબતોની રેકી કર્યા બાદ આ લૂંટને અંજામ આપ્યો હોવો જોઈએ.ફિલ્મી ઢબે અપાયેલી લૂંટનો પર્દાફાશ કરવા માટે પોલીસની ટીમે આસપાસમાં ગેલા સીસીટીવી કેમેરા ચકાસવાની કામગીરી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ શખ્સ બાઈક પર રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થતાં સીટીવીમાં દેખાયા છે. હાલ પોલીસે સીસીટીવી સહિત અન્ય પુરાવાઓના આધારે લૂંટનો ભેદ ઉકેલવાના પ્રયાસ હાથ ધર્યા છે.

 

Download Our B K News Today App



Related News