રાજકોટના રુખડિયાપરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યુ .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-30 15:56:23
  • Views : 67
  • Modified Date : 2023-12-30 15:56:23

દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે રાજકોટના રુખડિયાપરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં ગંદકીના કારણે આંગણવાડીના બાળકો રેકડી પર આવવા મજબૂર બન્યા છે. આંગણવાડીની બહાર જ ખુલ્લી ગટર અને ગંદકીના કારણે બાળકોને અને આંગણવાડીના શિક્ષકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જેના કારણે શહેરીજનોમાં તેમજ વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.તો બીજી તરફ આ અગાઉ વલસાડના ધરમપુરની પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધાની આડમાં બલિનો ખેલ ખેલાયો હતો. વિદ્યાર્થીઓની નજર સમક્ષ જ નડગધરી ગામની શાળાના પ્રાંગણમાં બકરા, મરઘીની બલિ ચડાવવામાં આવી હતી. આરોપ છે કે રસોઇયાએ વલસાડથી 2 ભગત બોલાવ્યા હતા.આ બંને ભગતોએ અંધશ્રદ્ધાના નામે 12 મરઘા અને એક બકરાની બલિ ચડાવી હતી.

Download Our B K News Today App



Related News