ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં જૂની અદાવતને લઇને કરાયો હુમલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-06 10:46:29
  • Views : 289
  • Modified Date : 2022-03-06 10:46:29

ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં જૂની અદાવતને લઇને કરાયો હુમલો.

ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં જૂની અદાવત ને લઇ સાત શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે સોની પરિવારના ઘરપર હુમલો કરતાં  ડીસા ઉત્તર પોલીસ મથકે 4 શખ્સો સહિત બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે..

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ન જેવી બાબતે તેમજ જૂની અદાવતને લઈ દિવસેને દિવસે હુમલાઓ તેમજ મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે તેમજ અસામાજિક તત્વો ડીસામાં ભારે આતંક મચાવી  રહ્યો છે.વારંવાર બનતી આવી ઘટનાઓને લઈ સ્થાનિકો લોકોમાં પણ પોલીસ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.ત્યારે ડીસાના બેકરી કુંવા વ્હોળા વિસ્તારમાં  રહેતા મુકેશ પુખરાજભાઈ સોની અગાઉ  પ્રકાશ અમરતભાઈ રાવલ સાથે બોલાચાલી થતા મુકેશભાઈ સોની એ ફરિયાદ કરેલ હતી. જે અદાવત રાખી  પ્રકાશ અમરતભાઈ રાવલ, મહેશ ઉર્ફે ટકો શામળભાઈ લુહાર, અરવિંદ ઉર્ફે દડિયો માલાભાઇ રાવલ ,નરેશ ગણેશપુરી ગૌશ્વામિ તથા બે અજાણ્યા શખ્સો હાથ માં  તીક્ષ્ણ હથિયાર લઇ મુકેશ ભાઈ સોની ના ઘરે હુમલો કર્યો હતો અને ઘરમાં પડેલ ઘરવખરીનો સામાન ભૈરવી કરેલ તેમજ સિમેન્ટ ના પતરા તોડી ના ખેલ ફ્રીજ ખુશીઓ એર કુલર વોશિંગ મશીન સહિતના ઘરમાં પડેલ સામાન તોડી નુકસાન કરી ત્યાંથી તમામ શખ્સો જતા રહેલ જે બાદ મુકેશભાઈ પુખરાજ ભાઈ સોનીએ પ્રકાશ અમરતભાઈ રાવળ ,મહેશ ઉર્ફે ટકો શામળભાઈ લુહાર ,અરવિંદ ઉર્ફે દડીયો માલાભાઈ રાવળ , નરેશ ગણેશપુરી ગૌસ્વામી તેમજ બીજા બે અજાણ્યા ઇસમ વિરુદ્ધ દિશા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News