પાદરાના ગામેઠા ગામમાં 13 લોકો સામે એટ્રોસિટીની નોંધાઈ ફરિયાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-04 17:01:17
  • Views : 100
  • Modified Date : 2023-08-04 17:01:17

 વડોદરાના પાદરાના ગામેઠા ગામમાં 13 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોધવામાં આવી છે.  મળેલી માહિતી પ્રમાણે ગામમાં રહેતા 68 વર્ષીય કંચનભાઇ વણકરનું ઉંમરના કારણે બુધવારે સવારે અવસાન થયું હતું. તેમનું અવસાન થતાં પરિવાર અને ફળિયામાં ગમગીની ફેલાઇ ગઈ હતી. સમાજના લોકો આવી ગયા બાદ તેઓની અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી હતી.અંતિમયાત્રાની તૈયારી થઇ ગયા બાદ પરિવારજનોના રોકકડ વચ્ચે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ફળિયાના અને સમાજના લોકો જોડાયા હતા. અંતિમયાત્રા ગામના એક માત્ર સ્મશાનમાં પહોંચી હતી. અંતિમયાત્રા સ્મશાનમાં પહોંચી અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન ગામના સરપંચના પતિ સહિત ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર અટકાવી દીધા હતા.

Download Our B K News Today App



Related News